Hello friends...!!! I have created a new blog just like as the old blog, but in the new blog have some more new interesting and knowledgeable things And Both blogs are active. The link of my new blog is as below.... http://kirtikumarraval.blogspot.in/ I hop you will like my new blog also - Thanks.

પેટની ચરબી દૂર કરવાની સાથે એલોવેરાના આ 40 લાભ અને ઉપયોગ જાણો

એલોવેરા (કુંવારપાઠું) એક શ્રેષ્ઠ ઔષધી છે. એલોવેરામાં એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક ગુણો રહેલાં છે. વાળની સંભાળ, ત્વચાનું સૌંદર્ય અને સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓમાં એલોવેરા એક્સીર ઈલાજ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
એલોવેરાનું ડ્રિન્ક સૌથી હેલ્ધી

આપણા શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે. જેમાંથી 18 એમિનો એસિડ માત્ર એલોવેરામાંથી મળી રહે છે. એલોવેરામાં ન્યૂટ્રિઅન્ટ્સ, મિનરલ્સ, 18 વિટામિન્સ હોય છે. એલોવેરાનું ડ્રિન્ક સૌથી હેલ્ધી ડ્રિન્ક માનવામાં આવે છે.
એલોવેરાના બેસ્ટ ફાયદાઓ

-વજન ઉતારવા માટે અડધા ગ્લાસ નવશેકા પાણીમાં એક લીંબુનો રસ અને 4 ચમચી એલોવેરા પલ્પ નાખીને આ મિશ્રણ પીવાથી વજન ઝડપથી ઉતારી શકાય છે.

-પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં એલોવેરા મદદરૂપ થાય છે સાથે જ તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ.

-જે લોકોનું વજન વધુ હોવાની સાથે સાથે પેટનો ભાગ પણ વધારે હોય તો તેમણે ખાલી પેટ ત્રિફળાનું ચૂરણ એલોવેરાના રસ સાથે લેવાથી વજન પણ ઘટે છે અને પેટની ચરબી પણ ઓછી થાય છે

-એલોવેરા 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 240 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક જ ઔષધિય ગુણોથી પરિપૂર્ણ છે. આ પ્રજાતિઓમાંથી એક સૌથી વધારે પ્રભાવશાળી છે બાર્બાડેન્સીસ મીલર.

-તમે એલોવેરાની અંદર રહેલાં જેલનો અનેક રીતે ઉપયોગ કરી શકો છો. જેથી દરેકે પોતાના ઘરમાં એલોવેરાનો એક છોડ તો રાખવો જ જોઈએ. તેના તાજા પલ્પનો ઘરે જ સરળતાથી કઈ સમસ્યાઓમાં ઉપયોગ થઈ શકે છે તેના વિશે આજે તમને જણાવીશું.

-એલોવેરા ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. એલોવેરામાં વિટામિન એ,બી,સી,ડી અને કેટલીક જાતના મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેથી જો રોગોથી બચવું હોય તો નિયિમિત એલોવેરા જ્યૂસ પીવું જોઈએ.

-એલોવેરાના જ્યૂસમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, પોટેશિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ વગેરે ખનિજ તત્વો મળે છે.

-એક્ઝિમામાં એલોવેરાનો ઉપયોગ કારગર સાબિત થાય છે. તેના ગરને લગાવવાથી સમસ્યા દૂર થાય છે.

- એલોવેરા જેલ લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સને ગાયબ થઈ જાય છે.

-એલોવેરામાં રહેલાં કુદરતી તત્વ કોઈપણ સાઈડ ઈફેક્ટમાં થતાં બળતરા અને સોજાની સમસ્યામાં રાહત આપે છે. આ જ કારણે કોઈપણ જાતના સાઈડ ઈફેક્ટમાં દરરોજ એલોવેરાનું જ્યૂસ પીવું જોઈએ.

-કિચનમાં કામ કરતા સમયે કેટલીકવાર નાના મોટા ઘા થઈ જતાં હોય છે અથવા બળી જતું હોય છે. આવામાં એલોવેરાના જેલમાં વિટામિન ઈ ઓઈલ મિક્ષ કરીને એક બોટલમાં ભરીને રાખી લેવું. જ્યારે પણ આ રીતે કંઈપણ વાગી જાય આ મિશ્રણને તે ભાગ પર લગાવી દેવું, ઘા જલ્દીથી મટી જશે અને રાહત અનુભવશો.

- માઉથ વોશ તરીકે એલોવેરા જબરદસ્ત રીતે કામ કરે છે. 2 અંશ એલોવેરા જેલ, 3 ચમચી બેકિંગ સોડા, 1 અંશ પાણી, એક ચમચી લીંબુનો રસ, 5 ટીપાં ફુદીનાનો તેલ આ બધું બરાબર મિક્ષ કરી એક બોટલમાં ભરી લેવું અને આનો ઉપયોગ જરૂર મુજબ માઉથ વોશ તરીકે કરવો.

-વેજાઈનલ ઈન્ફેક્શનમાં પણ એલોવેરા રામબાણ ઔષધી સાબિત થાય છે. એલોવેરા જેલને એકથી 6 અંશ સુધીની માત્રા સુધી દિવસ દરમિયાન લેવાથી આ સમસ્યા જડથી દૂર થઈ જાય છે.

-જો તમને નખ ખાવાની અથવા નખ ચાવવાની આદત હોય તો નખ પર એલોવેરા જેલ લગાવવું. આવું કરવાથી તમારી આ આદત ફટાફટ દૂર થઈ જશે.

-એલોવેરાનું જ્યૂસ ગર્ભાશયના રોગો તથા પેટના વિકારોને દુર કરે છે.

- બ્લડશૂગરને કંટ્રોલ કરવામાં પણ એલોવેરા જ્યૂસ એક ચમત્કારી દવા તરીકે કામ કરે છે. દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

-સનબર્નને કારણે જો ત્વચામાં બળતરા થતી હોય તો એલોવેરા જેલથી મસાજ કરવું જોઈએ. આવું કરવાથી સ્કિન ગ્લો કરશે અને સ્કિનમાં નેચરલ નિખાર આવશે.

-શેવ કરતી વખતે જો કપાઈ જાય તો એલોવેરા જેલ લગાવવું, આ સૌથી સારા આફ્ટર શેવિંગ લોશન તરીકે કામ કરે છે. શેવ કર્યા બાદ જો એલોવેરા જેલથી મસાજ કરવામાં આવે તો સ્કિન એકદમ કોમળ બની જાય છે.

-ઘા, છોલાયેલી ત્વચા, તડકાની બળતરા અને ખંજવાળને ઓછી કરવામાં એલોવેરા મદદ કરે છે.

-એલોવેરા આર્થ્રાઈટિસના દુઃખાવામાં પણ દર્દ નિવારણ તરીકે કામ કરે છે. આર્થ્રાઈટિસનો દુઃખાવો થવા પર દુઃખાવાવાળા ભાગ પર એલોવેરા જેલ મસાજ કરવાથી દુઃખાવામાં રાહત મળે છે.

-એલોવેરા ફ્રાઈબ્રોબ્લાસ્ટ સેલ્સની ક્ષમતાને વધારે છે. તે સાધારણ બળતરા, તેમજ આંતરિક ઘામાં મલમની માફક કામ કરે છે.

-જો તમને કાનમાં સખત દુઃખાવો થતો હોય તો કાનમાં એલોવેરા જ્યૂસના કેટલાક ટીપાં નાખવાથી તરત રાહત મળે છે.

-અસ્થમા-દમની સમસ્યામાં પણ એલોવેરા જ્યૂસનું નિયમિત સેવન રામબાણની માફક કામ કરે છે.

-વાળ માટે એલોવેરા વરદાન સમાન છે. વાળ ધોતી વખતે એલોવેરા જેલને થોડાક સમય માટે વાળના મૂળિયામાં મસાજ કરવો અને થોડીક વાર રહેવા દેવું ત્યાર બાદ વાળ ધોઈ નાખવા, આવું કરવાથી વાળ મુલાયમ, ચમકીલા અને સ્વસ્થ બને છે. તે એક ઉત્તમ હેર કંડીશનર છે.

-તમારા પાળતુ જાનવરના કાન સાફ કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે પણ પ્રાણીના કાન સાફ કરવા હોય ત્યારે તેના કાનમાં એલોવેરા જ્યૂસ નાખી દેવું અને થોડીવાર બાદ કોટનથી કાન સાફ કરી લેવું. બધો મેલ બહાર આવી જશે અને કાન ચોખ્ખા થઈ જશે.

 

-એલોવેરા મચ્છરો સામે પણ ત્વચાની સુરક્ષા કરે છે. તેના માટે એલોવેરા જેલ શરીર પર લગાવવું.

 

 -જે લોકોને અલ્સરની પરેશાની હોય છે તેમના માટે એલોવેરા અત્યંત કારગર સાબિત થાય છે.

 

-એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી પણ વજન નિયત્રંણમાં રહે છે. 

 

-એલોવેરાને સ્કિન પર કોઈપણ પ્રકારના રિએક્શનમાં એન્ટીડોટની માફક ઉપયોગ કરી શકાય છે. જો તમને સ્કિન ઈન્ફેક્શન હોય તો દરરોજ નિયમિતપણે એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ.

 

-સાંધાના દુઃખાવામાં પણ એલોવેરા અત્યંત ફાયદાકારક રહે છે. એલોવેરા જેલને ઘઉંના લોટમાં મિક્ષ કરીને તેની બાટી બનાવી ખાવાથી સાંધાના દુઃખાવાની સમસ્યા જડથી દૂર થઈ જાય છે.

 

-શુદ્ધ એલોજેલથી બનેલા એલોવેરા જ્યૂસ રોજ પીવાથી આંતરડા તંદુરસ્ત થાય છે, પ્રોટીન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે તથા નુકસાનકારક બેક્ટેરિયા ઓછા થાય છે.



-એક ગ્લાસ ઠંડા નારીયેળ પાણીમાં બેથી ચાર ચમચી એલોવેરાનો રસ અથવા તો પલ્પ ભેળવીને પીવાથી શરીરને ઠંડક મળે છે.

-એલોવેરાના નિયમિત ઉપયોગ ટાલિયાપણાની સમસ્યાને દુર કરે છે
-હરસ-મસાની સમસ્યામાં એલોવેરા અત્યંત લાભકારક સિદ્ધ થાય છે. હરસની સમસ્યામાં એલોવેરા જ્યૂસ નિયમિત પીવાથી રાહત મળે છે.

-ડાર્ક આર્મ પીટની સમસ્યાથી પરેશાન લોકોએ એલોવેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ. થોડાક જ દિવસમાં બગલનું કાળાપણું દૂર થઈ જાય છે.

-હળવા હાથે એલોવેરા જેલનું મસાજ કરવાથી કરચલીઓ દૂર થાય છે અને ચહેરો યુવાન લાગે છે.

-બાળકો માટે પણ એલોવેરા અત્યંત લાભકારક હોય છે. જેથી બાળકોને પણ કોઈને કોઈ રૂપમાં એલોવેરાનું સેવન કરાવવું જોઈએ.

-આ સિવાય શારીરિક ઉર્જા, પાચન ક્રિયા તથા ત્વચા-પુનઃનિર્માણ માટે પણ એલોવેરાના રસ અને પલ્પ ખુબ લાભદાયક હોય છે.

-સ્વસ્થ અને સ્વચ્છ દાંત માટે એલોવેરા તમારા મોં અને પેઢા માટે ખુબ ફાયદાકારક છે.

-આખા શરીરની ત્વચાને સ્મૂધ બનાવવા માટે એક એલોવેરા સ્લાઈસ લઈને બોડી પર હળવા હાથે રગડો અને પછી શાવર લો. સ્કીન એકદમ સ્મૂધ થઈ જશે.

-જો તમને વધુ કામ કરવાથી થાક લાગે છે તો દરરોજ થોડી માત્રામાં એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ.

No comments: